ધ્યાન / Meditation Part -1

 


શું વાત કરું ? 

જ્યારે બધું શાંત કરી મારી આત્મા ને પૂછયું તો એનો પણ કઈ ઉત્તર ના હતો , હવે હું નથી જાણતો કે મારા મન ની શક્તિ હજી તે ઉત્તર કે જવાબ ને સમજવા યોગ્ય છે કે નહીં ! 

શું થયું એવું મન વારંવાર પૂછે છે અને અનેકો વિચાર પણ ફર્યા કરે છે. પણ હું આ બધા થી એક જાણે તેને કાપતા કાપતા સતત આગળ વધી રહ્યો હોઈ એવું લાગે છે. જ્યારે મારી આ વિચારો ની જાળ ધીમે ધીમે એનો પ્રભાવ ઓછો થવા લાગ્યો ત્યારે જાણે એક એવી ક્રિયા નો અનુભવ થાય છે કે જે મારા મન ના હાથ માં નથી!

હાં , જ્યારે આ વિચારો ની જાળ માં જાણે એક એવી સિસ્ટમ હોઈ કે મને પ્રશ્ન જ કર્યા કરતી જાણે એને કઈ ખ્યાલ જ નથી પરંતુ જ્યારે હું સ્થિર થઈ આગળ વધી રહ્યો હતો ત્યારે એક શાંતિ હતી અને જાણે એક જ અવાજ એટલે એક ધ્વનિ એવી મને ચારે તરફ થી ઘેરતી હતી કે જાણે એ જ કોઈ એવું તત્વ હોઈ કે જે બધે છે , મારા શ્વાસ ની ક્રિયા અને શરીર માં જતો આ શ્વાસ અને બહાર નીકળતો આ વાયુ વચ્ચે ખૂબ ઓછો સમય છે.

હું એ જ ધ્વનિ ને સ્વીકારી ને તેની નજીક જઈ રહ્યો હતો અને જાણે મારી આ શરીર ની તમામ ક્રિયા અને મારા મન ની આ જળ માં જે વિચાર જન્મ પણ લઈ રહ્યા હતા એ મને એવો જ આભાસ કરાવતા કે તે તમામ આ ધ્વની ના આધારે જ છે મારા સ્વયં ના હાથ માં મારા શરીર ની કોઈ પણ ક્રિયા છે જ નહીં. 

હું જેવો એ ધ્વનિ નો મુખ્ય અનુભવ કરવા માંડિયો ત્યારે મને એક સમયે એ સમજાયું કે આ બને શ્વાસ અને ઉચ્છ્વાસ ક્રિયા પણ આ ગતિ વાળી ધ્વનિ માંથી જ ઉત્પન્ન થઈ તેમાં જ સમાઈ રહી છે અને જે સમય જડપી હતો આ ક્રિયા દરમિયાન એ ધીમે ધીમે બહુ જ વિશાળ થઈ રહ્યો હતો જાણે કે મારો શ્વાસ અંદર જઈ ને દરેક અંગ ને એક ગતિ આપી રહ્યો હોય અને આ બધું જ આ અંતર આત્મા ની પકડ માં હોઈ તેવો અનુભવ હું કરી રહ્યો હતો , જાણે મારા મન ના હાથ માં તો હું છું જ નહીં !

જ્યારે મારું પ્રથમ ધ્યાન પૂરું થયું ત્યારે જ્યારે હજી મેં નવો જન્મ લીધો હોઈ અને જે તાજગી અને કોઈ પણ વિચાર કે કઈ મગજ માં ના હોઈ તેવી એક અનંત આનંદ ની શક્તિ નો અનુભવ થયો એવું લાગ્યું કે મારા એટલે કે મન ના હાથ માં તો કઈ છે જ નહીં પરંતુ છતાં હું હજી એ ના સમજી શક્યો કે આ બધું તેના જ હાથ માં છે પછી મારી તો શું જરૂર અને આ મારા મન એટલે કે મારી પહેચાન જે મને દુનિયા એ આપેલી છે એનું પણ શું કામ ? મારો પ્રશ્ન એવો નહતો કે હું બધું નકામું ગણું છું મારે માત્ર આનો અર્થ જાણવો તો એટલે કે એવો અર્થ જે એના ઉપયોગ પાછળ નો તર્ક સમજાવે કારણ મેં જેનો અનુભવ કર્યો એને હું એટલો ઓળખી શક્યો કે એ ઉપયોગી રૂપ જ છે બિનઉપયોગી કઈ છે જ નહીં. 

વિલાશનંદન 🙏🙏

i don’t know very accurate english so i use translator 

In English 


What should I talk about?

When I made everything quiet and asked my soul, even it had no answer. Now I don’t know whether the strength of my mind is still worthy of understanding that answer or not!

“What happened?”  the mind keeps asking again and again, and many thoughts keep revolving too. But it feels like I am constantly moving ahead by cutting through all of them. When the influence of this web of thoughts slowly started diminishing, I experienced a process that seemed beyond the control of my mind!

Yes, in this web of thoughts, there seems to be some system that keeps asking me questions  as if it itself has no idea  but when I became still and moved forward, there was a kind of peace, and just one sound  a single vibration  was surrounding me from all sides. As if that was some element that exists everywhere: in the act of my breathing, and in the very tiny moment between the air entering and exiting my body.

As I accepted that vibration and moved closer to it, it felt like all the actions of my body and the thoughts arising in the water of my mind were all giving me the sense that they too were based only on that vibration. It seemed like I had no control over any of the actions of my body myself.

When I began to truly experience that vibration, I eventually understood that even the actions of inhalation and exhalation were being produced from this rhythmic vibration, and were dissolving back into it. And the time that seemed solid during this process  it was slowly becoming vast. As if my breath, when entering, was giving motion to every organ, and all of it was under the grasp of the inner soul. I felt like I was not in control of my mind at all!

When my first meditation ended, it felt like I had just taken a new birth  and there was a freshness, and a boundless energy of joy where no thought, no activity was present in the mind. It felt like nothing is actually in the hands of my mind, and yet I still couldn’t understand how everything is in its hands. So then, what is the need for me, and what use is this identity of mine  the one that the world has given me?

My question was not that everything is useless. I just wanted to know the meaning  that is, a meaning that explains the logic behind its use. Because what I experienced, I could only recognize it to the extent that it is indeed useful  there is nothing that is actually useless.

Your Vilashnandan 🙏🙏


Post a Comment

Previous Post Next Post

Contact Form